રમી કાર્ડ ગેમ કેવી રીતે રમવી: રમી નિયમોથી શરુઆત કરો
રમી એક કાર્ડ ગેમ છે જે કુલ બે જોકર હોય તે રીતે પત્તાંની બે બાંટ વડે રમવામાં આવે છે. રમી ગેમ જીતવા માટે ખેલાડીએ આપેલા બે ઢગલાઓમાંથી પત્તા ખેંચી અને પાછા ફેંકીને માન્ય ડેક્લેરેશન કરવું જરૂરી હોય છે. એક ઢગલો ઊંધો હોય છે જ્યાં ખેલાડી પોતે જે પત્તું ખેંચતો હોય છે તે જોઈ નથી શકતો, જ્યારે બીજી બાંટ ખુલ્લી હોય છે જે ખેલાડીઓએ ફેંકેલા પત્તાઓની બનેલી હોય છે. રમી કાર્ડ ગેમમાં જીતવા માટે, ખેલાડીઓએ પત્તાંઓને માન્ય સિક્વન્સ (કડી) અને સેટમાં ગોઠવવાના હોય.
રમીમાં, દરેક રંગમાં પત્તાઓનું મૂલ્ય નીચેથી ઊંચે જતું હોય છે, જ્યાં શરુઆત એક્કાથી અને પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ગુલામ, રાણી અને રાજા હોય છે. એક્કો, ગુલામ, રાણી અને રાજા, દરેકના 10 પૉઇન્ટ્સ હોય છે. બાકીના પત્તાઓ તેમના પર લખેલા પૉઇન્ટ્સ જેટલા મૂલ્ય ધરાવે છે. ઉદાહરણ તરીકે, પત્તા 5ના 5 પૉઇન્ટ્સ હશે અને આવી રીતે આગળ.
રમીનું લક્ષ્ય
રમીની કાર્ડ ગેમમાં લક્ષ્ય 13 પત્તાંઓને માન્ય સેટ અને સિક્વન્સમાં ગોઠવવાના હોય છે. ગેમ જીતવા માટે તમારે ઓછામાં ઓછી 2 સિક્વન્સ બનાવવી જરૂરી હોય છે, જેમાંની એક પ્યોર સિક્વન્સ હોવી જરૂરી છે અને બાકીની કોઈપણ માન્ય સિક્વન્સ અથવા સેટ હોઈ શકે છે. એક પ્યોર સિક્વન્સ વિના તમે એક માન્ય રમી ડેક્લેરશન કરી શકો નહિ. આ રમીના સૌથી અગત્યના નિયમોમાંનો એક છે.
સિક્વન્સ કેવી રીતે બનાવવી?
રમીમાં, સિક્વન્સ એક જ રંગના ત્રણ અથવા વધુ ક્રમબદ્ધ પત્તાઓનું જૂથ છે. બે પ્રકારની સિક્વન્સો બનતી હોય છે, એક છે પ્યોર સિક્વન્સ અને બીજી છે ઇમ્પ્યોર સિક્વન્સ. રમીની ગેમમાં જીતવા માટે તમારે તમારી બાંટમાં ઓછામાં ઓછી એક પ્યોર સિક્વન્સ ધરાવવી જરૂરી છે.
પ્યોર સિક્વન્સ
પ્યોર સિક્વન્સ એક જ રંગના ત્રણ અથવા વધુ પત્તાઓનું જૂથ છે, જેને ક્રમબદ્ધ રીતે ગોઠવેલા હોય છે. રમી કાર્ડ ગેમમાં એક પ્યોર સિક્વન્સ બનાવવા માટે, ખેલાડી કોઈ જોકર અથવા વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ કરી શકતો નથી.
અહીં પ્યોર સિક્વન્સના થોડા ઉદાહરણો છે.
- 5♥ 6♥ 7♥ (ત્રણ પત્તાઓ વાળી પ્યોર અને તેમાં કોઈ જોકર અથવા વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ નથી કર્યો)
- 3♠ 4♠ 5♠ 6♠ (ચાર પત્તાઓ વાળી પ્યોર સિક્વન્સ. અહીં કોઈ જોકર અથવા વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ નથી.)
ઇમ્પ્યોર સિક્વન્સ
ઇમ્પ્યોર સિક્વન્સ એક જ રંગના ત્રણ અથવા વધુ પત્તાઓનું જૂથ છે, જેમાં એક અથવા વધુ જોકર પત્તાઓનો ઉપયોગ થયેલો હોય છે.
એક ઇમ્પ્યોર સિક્વન્સ કેવી રીતે બને છે તેના થોડા ઉપ્દાહરણો અહીં છે.
- 6♦ 7♦ Q♠ 9♦ (અહીં Q♠ને એક વાઇલ્ડ જોકર તરીકે ઉપયોગમમાં લઈને ઇમ્પ્યોર સિક્વન્સમાંથી 8♦ની જગ્યાએ મૂકવામાં આવી છે.)
- 5♠ Q♥ 7♠ 8♠ PJ (વાઇલ્ડ જોકર તરીએ Q♥ સાથેની ઇમ્પ્યોર સિક્વન્સ, જ્યાં તેણે 6♠ ની જગ્યા લીધી છે અને છાપેલા જોકરે 9♠ ની જગ્યા લીધી છે.)
સેટ કેવી રીતે બનાવવા?
એક સેટ એક જ અંકના પરંતુ અલગ અલગ રંગના પત્તાઓના ત્રણ અથવા વધુ પત્તાઓનું જૂથ છે. જ્યારે સેટ બનાવી રહ્યાં હોવ ત્યારે, તમે વાઇલ્ડ કાર્ડ અને જોકરનો ઉપયોગ કરી શકો છો.
સેટના ઉદાહરણો
- A♥ A♣ A♦ (આ સેટમાં, તમામ એક્કાઓ અલગ રંગોના છે, જે તેને એક માન્ય સેટ બનાવે છે.)
- 8♦ 8♣ 8♠ 8♥ (અલગ અલગ રંગોના ચાર 8 અંક વાળા પત્તાઓથી એક રમી સેટ બને છે.)
- 9♦ Q♠ 9♠ 9♥ (અહીં Q♠ને એક વાઇલ્ડ જોકર તરીકે ઉપયોગમાં લેવાઈ છે જે સેટ બનાવવા માટે 9♣ની જગ્યા લે છે.)
- 5♦ 5♣ 5♠ PJ (પ્રિન્ટ કરેલા જોકરે સેટમાં 5♥ની જગ્યા લીધી.)
- 5♦ 5♣ Q♠ PJ (અહીં Q♠ને વાઇલ્ડ જોકર તરીકે ઉપયોગમાં લેવાઈ છે જેણે 5♠ ની જગ્યા લીધી છે અને છાપેલા જોકરે 5♥ની જગ્યા લીને સેટ બનાવ્યો છે.)
- 5♦ 5♣ PJ Q♥ Q♠ (આ એક 5 પત્તાંઓ વાળો સેટ છે જેમાં છાપેલ જોકર અને Q♥ વાઇલ્ડ જોકર તરીકે 5♠ 5♥ની જગ્યા લે છે અને વધુ એક વાઇલ્ડ જોકર Q♠ 13 પત્તાંઓનું જૂથ પૂરું કરે છે.)
Typical Example: 2♥ 3♥ 4♥ 5♥| 5♣ 6♣ 7♣ 8♣ | 5♦ 5♣ PJ Q♥ Q♠ (5 પત્તાઓનો સેટ 13 પત્તાઓનું જૂથ પૂરું કરવા માટે બનાવાયું છે અને એક માન્ય ડેક્લેરેશન બનાવે છે.)
નોંધ: સેટ અલગ અલગ રંગોના સમાન અંક વાળા પત્તાંથી બને છે. જો કે, તમે એક જ રંગના બે અથવા વધુ પત્તાંનો ઉપયોગ કરી શકો નહિ. આને એક અમાન્ય ડેક્લેરેશન ગણવામાં આવે છે. ઉપરાંત, એ નોંધશો કે એક સેટમાં ચાર કરતાં વધુ પત્તાંઓ હોઈ શકે. આથી, જો તમારી પાસે ચાર પત્તાંઓનો એક સેટ હોય અને તમે એક વધારાના જોકરનો ઉપયોગ કરી રહ્યાં હોવ, તો તે કુલ 5 પત્તાંઓનું જૂથ બને છે અને આમ છતાં પણ તે એક માન્ય સેટ છે. કોઈપણ સમયે, હાથમાં 13 કરતાં વધુ પત્તાં હોઈ શકે નહિ.
અમાન્ય સેટના ઉદાહરણો
- Q♥ Q♥ Q♦ (અહીં એક જ રંગ ♥ના બે Q છે, જે તેને એક અમાન્ય સેટ બનાવે છે.)
- 7♠ 7♥ 7♦ 7♠ Q♥ (તે એક જ રંગ સ્પેડ્સ (કાળી)ના બે 7 ધરાવે છે. પાંચમા પત્તા તરીકે વાઇલ્ડ કાર્ડ Q♥ માન્ય છે પરંતુ બે 7♠ હોવાથી તે અમાન્ય બને છે.)
રમી કાર્ડ ગેમ કેવી રીતે રમવી?
આ સરળ રમી નિયમો અને સૂચનાઓને અનુસરો અને ગેમને શરુઆતથી અંત સુધીકેમ રવમી તે જાણો:
- રમી કાર્ડ ગેમ પત્તાંની 2 જોડ વડે 2થી 6 ખેલાડીઓ વચ્ચે રમાય છે. દરેક ખેલાડીને 13 પત્તા આપવામાં આવે છે અને એક યાદચ્છિક પત્તાને ગેમના વાઇલ્ડ જોકર અથવા જોકર કાર્ડ તરીકે પસંદ કરવામાં આવે છે.
- ખેલાડીએ પત્તા ખેચવાના અને પાછા ફેંકવાના હોય છે અને આમ કરીને હાથમાંના 13 પત્તાઓની માન્ય સેટ તથા સિક્વન્સ બનાવવાના હોય છે જ્યાં ખેલાડી બાંટમાંના વાઇલ્ડ જોકર અથવા છાપેલા જોકરનો પણ ઉપયોગ ઇમ્પ્યોર સિક્વન્સ અને સેટ બનાવવા માટે કરી શકે છે.
- ભારતીય રમી નિયમો અનુસાર, જેવા ખેલાડી 13 પત્તાઓને 2 માન્ય સિક્વન્સ જેમાંની 1 પ્યોર સિક્વન્સ હોય, અને વધુ જૂથો (સિક્વન્સ અથવા સેટ)માં ગોઠવે, તો તે ડેક્લેર્રેશન કરી શકે છે અને ગેમ જીતી જાય છે.
રમી કાર્ડ ગેમ જીતવા માટે ત્વરિત સૂચનો
રમીના નિયમો જાણવા જેટલા અગત્યના છે તેટલું જ જરૂરી કાળજીપૂર્વક અને ધ્યાન આપીને રમવાનું પણ છે. અહીં રમી ગેમ જીતવા માટેના અને તમારા પ્રતિસ્પર્ધીઓથી એક પગલું આગળ રહેવા માટેના થોડા ત્વરિત સૂચનો છે.
- ગેમની બિલકુલ શરુઆતમાં જ પ્યોર સિક્વન્સ બનાવો. પ્યોર સિક્વન્સ વિના, ખેલાડી ડેક્લેરેશન કરી શકે નહિ.
- વધારે પૉઇન્ટ વાળા પત્તાંઓ, જેવા કે એક્કા, ગુલામ, રાણી અને રાજા દૂર કરો. આ પત્તાઓને જોકર અથવા વાઇલ્ડ કાર્ડ વડે બદલો. જો તમે ગેમ હારી જાવ તે સ્થિતિમાં, તે પૉઇન્ટનું ભારણ ઘટાડે છે.
- શક્ય હોય ત્યાં સુધી ફેંકેલા પત્તાના ઢગલામાંથી ઉપાડવાનું ટાળશો. તેનાથી તમે શું બનાવવા માંગો છો તે ખબર પડી જાય છે.
- સ્માર્ટ કાર્ડની શોધમાં રહો. ઉદાહરણ તરીકે કોઈપણ રંગનો 7 એ જ રંગના 5 અને 6 સાથે કામ લાગી શકે છે અને એ જ રંગના 8 અને 9 સાથે પણ.
- જોકર રમીમાં એક અગત્યની ભૂમિકા ભજવે છે. તેમને ઊંચા પૉઇન્ટ વાળા પત્તાની જગ્યા લેવા માટે ઉપયોગમાં લેવાની કોશિશ કરો. યાદ રાખો, જોકર અને વાઇલ્ડ કાર્ડ પ્યોર સિક્વન્સ બનાવવા માટે ઉપયોગમાં ન લઈ શકાય.
- જ્યારે તમે ડેક્લેરેશન કરવા તૈયાર થઈ જાવ, ત્યારે તમારા પત્તાની બે વખત ચકાસણી કરીલો અને પછી બટન દબાવો. એક અમાન્ય ડેક્લેરેશન જીતની બાજીને પણ પૂરા નુકસાનમાં ફેરવી શકે છે.
રમી નિયમોમાં સામાન્યપણે વપરાતા શબ્દો
અહીં ઇન્ડિયન રમીમાં સામાન્ય રીતે વપરાતા થોડા શબ્દો જેને દરેક ખેલાડીએ તે રમવાનું શરુ કરે તે પહેલાં જાણી લેવા જરૂરી છે.
રમી ટેબલ શું છે?
એ ટેબલ જ્યાં રમીની ગેમ રમવામાં આવે છે. દરેક રમી ટેબલ પર ગેમ દીઠ બે થી છ ખેલાડીઓ બેસી શકે છે.
જોકર અને વાઇલ્ડ કાર્ડ શું છે?
દરેક રમી પત્તાની બાંટમાં એક પ્રિન્ટેડ જોકર હોય છે અને સાથે એક વાઇલ્ડ કાર્ડ હોય છે જે ગેમની શરુઆતમાં યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ બંને પ્રકારના પત્તાની ભૂમિકા સમાન હોય છે. જોકરનો ઉપયોગ સેટ અને ઇમ્પ્યોર સિક્વન્સ બનાવવા માટે થાય છે. જૂથો બનાવતી વખતે એક જોકર પત્તું ઇચ્છિત અંકની જગ્યા લઈ શકે છે. રમી ગેમમાં આ એક માન્ય રચના કહેવાય છે.
પત્તું ખેચવું અને ફેકવું શું છે?
તમામ રમી ગેમ્સમાં, દરેક ખેલાડીને 13 પત્તા આપવામાં આવે છે. ઉપરાંત દરકે ખેલાડી માટે પત્તા પસંદ કરવા માટે 2 ઢગલાંઓ હોય છે, જેમાંથી પત્તા ખેંચવાના (ઊપાડવાના) હોય છે. ખેલાડી એક પત્તું ખેંચે એટલે, તેણે એક પત્તું નાખી દેવાનું હોય છે, જેને ફેંકવું કહેવાય છે.
પત્તાની ગોઠવણી એટલે શું?
પત્તાની ગોઠવણી ગેમની શરુઆતમાં કરવામાં આવે છે. આ ગોઠવણી તમારા પત્તાને તમારા સેટ તથા સિક્વન્સ બનાવતી વખતે પત્તા ભેગાં થઈ જવાની શક્યતા ઘટાડવા માટે કરવામાં આવે છે. તમારા પત્તા દેખાવા લાગે એટલે, તમે સોર્ટ બટન દબાવી અને રમવાનું શરુ કરી શકો છો.
ડ્રોપ એટલે શું?
જ્યારે એક ખેલાડી રમી ગેમની શરુઆતમાં અથવા વચ્ચે ગેમ ટેબલ છોડવાનો નિર્ણય કરે, ત્યારે તે ડ્રોપ કહેવાય છે. આને એક વ્યક્તિગત નિર્ણય તરીકે ગેમમાંથી બહાર નીકળવું કહેવાય છે. પ્રથમ ડ્રોપ = 20 પૉઇન્ટ્સ, મધ્યમાં (વચ્ચે) ડ્રોપ = 40 પૉઇન્ટ્સ અને છેલ્લે ડ્રોપ અને મહત્તમ પૉઇન્ટ નુકસાન 80 પૉઇન્ટ્સ છે.
પૂલ રમીના કિસ્સામાં, જો કોઈ ખેલાડી 101 પૂલમાં ડ્રોપ લે, સ્કોર 20 છે. જો તે 201 પૂલ રમી હોય, તો ડ્રોપ સ્કોર 25 છે.એક ગેમમાં જ્યાં તે બેસ્ટ ઑફ 2 અને બેસ્ટ ઑફ 3 તરીકે રમાતી હોય, તો ડ્રોપ માટે પરવાનગી નથી.
કેશ સ્પર્ધાઓ શું છે?
કેશ સ્પર્ધાઓ એટલે એવી સ્પર્ધાઓ જે અસલી કેશ માટે રમાતી હોય છે અને જેમાં અસલી કેશ ઇનામો (રૂપિયામાં) હોય છે. આ સ્પર્ધાઓ 24X7 ચાલતી હોય છે અને નોક-આઉટ શૈલીમાં આયોજિત થતી હોય છે. કોઈપણ કેશ ગેમ્સ રમવા માટે ખેલાડીએ તેના Rummy Webtopia અકાઉન્ટમાં કેશ ઉમેરવા પડે છે.
હું એક સ્પર્ધામાં કેવી રીતે જોડાઈ શકું?
નેવિગેશન પેનલની ટોચ પર ‘ટુર્નામેન્ટ્સ’ (સ્પર્ધાઓ) પર જાવ. હવે, તમે રમવા ઇછતા હોવ તે સ્પર્ધાનો પ્રકાર પસંદ કરો. સાથેની સ્પર્ધા સૂચિમાં, તમે જોડાવા ઇચ્છતા હોવ તેવી કોઈપણ ચાલુ સ્પર્ધાઓ પર ક્લિક કરો. છેલ્લે, સ્પર્ધાની વિગતો હેઠળ ઝબકી રહેલા આ સ્પર્ધામાં જોડાવ બટન પર ક્લિક કરો.
અમાન્ય ડેક્લેરેશન શું છે?
રમી કાર્ડ ગેમમાં અમાન્ય ડેક્લેરેશન ત્યારે થયેલું ગણાય છે જ્યારે ખેલાડી ડેક્લેરેશન બટન દબાવે છે, પરંતુ પત્તાંઓ માન્ય સિક્વન્સ અને સેટમાં નથી હોતા. આથી, ખેલાડી ગેમ ગુમાવી દે છે અને પ્રતિસ્પર્ધીને આપોઆપ વિજેતા જાહેર કરી દેવામાં આવે છે.
અહીં રમી રમતી વખતે ખેલાડીઓ સામાન્ય પણે જેવા અમાન્ય ડેક્લેરેશન કરતા હોય છે તેના થોડા ઉદાહરણો છે:
-
અમાન્ય સેટ વાળા ખોટાં ડેક્લેરેશનો
ઉદાહરણ 1: 10♠ 10♠ 10♦ 10♣ Q♥
એક સેટમાં 3 અથવા વધુ પત્તાઓ હોઈ શકે, જો કે સેટને સમાન અંકના અને અલગ અલગ રંગના પત્તાઓ દ્વારા બનાવવાનો હોય છે. આ પરિસ્થિતિમાં, વાઇલ્ડ જોકર (લાલની રાણી) પત્તું ઉમેરવામાં આવ્યું હતું અને તે પાંચનું પત્તું બની ગયું, જે નિયમ મુજબ માન્ય છે, પરંતુ આ જૂથ એક જ રંગના બે પત્તાઓ ધરાવે છે જેનાથી તે એક ખોટું ડેક્લેરેશન બને છે.
ઉદાહરણ 2: K♥ K♥ K♦
આ સેટમાં, 3 પત્તાંઓ છે જે ન્યૂનતમ મર્યાદાની યોગ્ય રીતે પાલન કરે છે. ઉપરાંત, સેટ સમાન અંક વાળા પત્તાનો બનેલો હોવો જોઈએ પરંતુ તે અલગ અલગ રંગોના હોવા જોઇએ. સેટ એક જ રંગના એક કરતાં વધુ પત્તા ધરાવી શકે નહિ. આ ઉદાહરણમાં સેટ એક જ રંગના બે પત્તા ધરાવે છે અને તેનાથી તે એક ખોટું ડેક્લેરેશન બને છે.
-
અમાન્ય સિક્વન્સ વાળા ખોટાં ડેક્લેરેશનો
ઉદાહરણ 1: 10♠ 10♥ 10♦ 10♣ | 5♠ 5♥ 5♦ | 6♠ 6♥ 6♣ | 9♥ 9♦ જોકર
એક માન્ય ડેક્લેરેશન માટે 2 સિક્વન્સ જરૂરી હોય છે, જેમાંથી એક પ્યોર સિક્વન્સ હોવી જરૂરી છે એટલે કે જોકર વિનાની સિક્વન્સ અને બીજી પ્યોર અથવા ઇમ્પ્યોર સિક્વન્સ હોઈ શકે, એટલે કે જોકર વાળી અથવા વિનાની સિક્વન્સ. જો કે, આપેલા ઉદાહરણમાં બંનેમાંથી કોઈ સિક્વન્સ નથી, જે તેને એક અમાન્ય ડેક્લેરેશન બનાવે છે.
ઉદાહરણ 2: K♥ K♠ K♦ | 6♥ 7♥ જોકર | 9♠ 10♠ J♠ જોકર | 5♠ 5♥ 5♦
એક માન્ય ડેક્લેરેશનમાં 2 સિક્વન્સ હોવી જરૂરી છે, જેમાંની એક પ્યોર સિક્વન્સ એટલે કે જોકર વિનાની સ્કિવન્સ હોવી જરૂરી છે અને બીજે પ્યોર અથવા ઇમ્પ્યોર સિક્વન્સ એટલે કે જોકર વાળી અથવા વિનાની સિક્વન્સ હોઇ શકે છે. આ ઉદાહરણ બતાવે છે કે 2 સિક્વન્સ છે, પરંતુ બંને ઇમ્પ્યોર સિક્વન્સ એટલે કે, જોકર વાળી સિક્વન્સ છે અને તેમાં પ્યોર સિક્વન્સ નથી. તમે ડેક્લેરેશન કરો તે પહેલાં એક પ્યોર સિક્વન્સ હોવી ફરજિયાત છે.
ઉદાહરણ 3: Q♥ Q♠ Q♦ | 6♥ 7♥ 8♥ 9♥ | 5♠ 5♥ 5♦ | 10♠ 10♥ 10♦
રમી કાર્ડ ગેમ માટે સિક્વન્સ ખૂબ જ મહત્ત્વની હોય છે અને ગેમ જીતવા માટે તમારે ઓછામાં ઓછી 2 સિક્વન્સ ધરાવવી જરૂરી છે, જેમાંથી એક પ્યોર સિક્વન્સ હોવી જરૂરી છે અને બીજી પ્યોર અથવા ઇમ્પ્યોર સિક્વન્સ હોઈ શકે છે. આ ઉદાહરણમાં, એક પ્યોર સિક્વન્સ છે, જો કે 2જી સિક્વન્સ ખૂટે છે અને તેથી તે એક અમાન્ય ડેક્લેરેશન છે.
ઉપયોગી ચાર્ટ - કેવી રીતે રમવું અને માન્ય રમી ડેક્લેરેશનમ માટે રમી માર્ગદર્શિકાઓ:
13 પત્તા વડે ડેક્લેરેશન કરતી વખતે પાલન કરવાના હાથવા સૂચનો:
પ્યોર સિક્વન્સ |
ઇમ્પ્યોર સિક્વન્સ |
સેટ 1 અને સેટ 2 |
---|---|---|
કરવું ફરજિયાત છે | ફરજિયાત નથી (ઓછામાં ઓછી 2 સિક્વન્સ જરૂરીયાતો પૂરી કરવા માટે બનાવી શકાય) |
ફરજિયાત નથી (13 પાનાનું માન્ય જૂથ પૂરું કરવા માટે બનાવી શકાય) |
3 અથવા વધુ પત્તા વડે બનાવેલું | 3 અથવા વધુ પત્તા વડે બનાવેલું | 3 અથવા 4 પત્તા વડે જોકર વિના બનાવેલું. અથવા 3, 4 અથવા વધુ પત્તા વડે જોકર વિના બનાવેલું. |
એક જ રંગના પત્તાઓ ક્રમબદ્ધ રીતે | એક જ રંગના પત્તાઓ ક્રમબધ રીતે વાઇલ્ડ કાર્ડ જોકર અથવા છાપેલા જોકર સાથે | સમાન અંકના અને અલગ અલગ રંગના પત્તાઓ (2 પત્તાઓ એક જ કલરના પરંતુ અલગ અલગ રંગના ઉપયોગમાં લઈ શકાય દા.ત. - 5♠ 5♥ 5♦). |
જોકર અથવા વાઇલ્ડ કાર્ડ ઉપયોગમાં ન લઈ શકાય | જોકર અથવા વાઇલ્ડ કાર્ડ ઉપયોગમાં લઈ શકા | જોકર અથવા વાઇલ્ડ કાર્ડ ઉપયોગમાં લઈ શકો |
ઉપરના નિયમો અનુસાર રમીમાં 13 પત્તા વડે ડિક્લેર કરવા માટે શક્ય જોડાણ:
- 4 પતાની એક પ્યોર સિક્વન્સ છે
- 3 પત્તાની ઇમ્પ્યોર સિક્વન્સ છે જેમાં 8♣ એક વાઇલ્ડ જોકર છે
- 3 પત્તાનો "સેટ 1" છે
- 3 પત્તાનો એક "છાપેલો જોકર" ધરાવતો "સેટ 2" ચે
પત્તાની રમતના નિયમો માટે હાથવગી PDF ડાઉનલોડ કરો: "Download PDF Now"
ઇન્ડિયન રમી નિયમો અનુસાર પૉઇન્ટ્સની ગણતરી કેવી રીતે થાય છે?
ચાલો એ જોઈએ કે જ્યારે તમે ઓનલાઇન રમી કાર્ડ ગેમ રમતા હોવ, ત્યારે પૉઇન્ટ્સની ગણતરી કેવી રીતે થાય છે.
પત્તા | મૂલ્ય (અંક) |
ઊચ્ચ મૂલ્ય ધરાવતા પત્તાઓ એક્કો, રાજા, રાણી, ગુલામ | દરેકના 10 પૉઇન્ટ્સ છે |
જોકર અને વાઇલ્ડ કાર્ડ | ઝીરો પૉઇન્ટ્સ |
અન્ય પત્તા | તેમના ઉપર લખેલા અંક જેટલું પૉઇન્ટ મૂલ્ય ધરાવે |
ઉદાહરણ: 8 ♥, 9 ♥ 10 ♥ | 8 ઉદાહરણ, 9 ઉદાહરણ, 10 ઉદાહરણ |
હારેલા ખેલાડીના પૉઇન્ટ્સ
જો ખેલાડી એક પ્યોર સિક્વન્સ સહિતની 2 સિક્વન્સ ન ધરાવતો હોય | 80 પૉઇન્ટ્સની ટોચ સાથે તમામ પત્તાના અંકનો સરવાળો કરવામાં આવે છે |
જો ખેલાડીએ પ્યોર સિક્વન્સ સહિતની 2 સિક્વન્સ બનાવી હોય | સિક્વન્સમાં ન હોય તેવા પત્તાના અંક ગણવામાં આવે છે |
ખોટું ડેક્લેરેશન | 80 પૉઇન્ટ્સ |
પહેલો ડ્રોપ | 20 પૉઇન્ટ્સ |
મધ્યમાં ડ્રોપ | 40 પૉઇન્ટ્સ |
સતત 3 ચૂક | 40 પૉઇન્ટના નુકસાન સાથે મધ્યમાં ડ્રોપ ગણાય છે |
ટેબલ છોડો | જો ખેલાડી બંધ બાંટમાંથી પત્તુ ઊંચક્યા પછી ટેબલ છોડે છે તો તે મધ્યમાં ડ્રોપ ગણાય છે.જો ખેલાડીએ હજી કોઈ પાનું ઊંચક્યું ન હોય તો તે પ્રથમ ડ્રોપ ગણાય છે. |
જીતની રકમ સાથે પૉઇન્ટ ગણતરીના ઉદાહરણો
ઉદાહરણ: 6 ખેલાડીઓ વાળું ટેબલ (વાઇલ્ડ જોકર Q♦)
ખેલાડી | બનાવેલા હાથ | ગણતરી કરેલા પૉઇન્ટ્સ |
ખેલાડી 1 | 2♥ 3♥ 4♥ | 5♣ 6♣ Q♦ | 8♦ 8♠ 5♣ | 2♦ 2♣ | K♠ Q♠ | ખેલાડી પાસે 2 સિક્વન્સ 1 પ્યોર અને 1 ઇમ્પ્યોર છે.આથી, માત્ર જોડી ન થયેલા પત્તા ગણવામાં આવશે = 45 |
ખેલાડી 2 | 4♠ 4♥ 4♣| 4♦ 5♦ Q♦ | 3♠ 7♠ 8♠ | Q♦ K♦ | 10♣ 9♣ | ખેલાડીએ પ્યોર સિક્વન્સ સહિતની 2 સિક્વન્સ બનાવી નથી.આથી, તમામ પત્તા ગણવામાં આવશે = 68 |
ખેલાડી 3 | 3♥ 4♥ 5♥ | 5♣ 6♣ 7♣ Q♦ | 8♦ 5♣ | 2♦ 2♣ 2♥ | K♠ | ખેલાડી પાસે 2 સિક્વન્સ છે 1 પ્યોર અને 1 ઇમ્પ્યોર.તેમાં 1 સેટ પણ બનેલો છે.માત્ર જૂથમાં ન હોય તેવા પત્તાઓ માટે પૉઇન્ટ્સ ગણવામાં આવશે = 23 |
ખેલાડી 4 | A♥ 4♥ 5♥ | 5♣ 6♣ 10♣ J♦ | 8♦ 5♣ | 2♦ 2♣ Q♥ | K♠ | 20 પૉઇન્ટના નુકસાન સાથે પ્રથમ ડ્રોપ |
ખેલાડી 5 | 4♠ 4♥ 4♣| 4♦ 5♦ Q♦ | A♠ 7♠ 8♠ | Q♦ K♦ | J♣ 9♣ | 3 સતત ચૂક = 40 પૉઇન્ટ્સ |
ખેલાડી 6 | 2♥ 3♥ 4♥ | 5♣ 6♣ 7♣ Q♦ | 5♦ 5♣ 5♥ | 2♦ 2♣ 2♥ | વિજેતા |
રમી કેશ ગેમ્સમાં તમારી જીતની રકમની ગણતરી કેવી રીતે થાય છે?
આખરે તો સૌથી ખાસ વાત જીતેલી કેશ રકમ તમારા અકાઉન્ટમાં જોવા મળવી જ છે.તમારે એ બાબતે પણ ખૂબ જ સ્પષ્ટ હોવું જરૂરી છે કે તમારા ડેશબૉર્ડ પર દેખાતી રકમ તમને મળે છે.ચાલો તમને એ સમજવામાં મદદ કરીએ કે આ ગણતરીઓ કેવી રીતે થાય છે અસલી કેશ માટે ઓનલાઇન રમી રમો.
-
પૉઇન્ટ્સ રમીમાં જીતેલી રકમની ગણતરી?
જ્યારે તમે પૉઇન્ટ્સ રમી કેશ ગેમ્સ રમતા હોવ, ત્યારે તે રુપિયાના પૂર્વ-નિર્ધારિત મૂલ્ય ઉપર આધારિત હોય છે.ગેમને અંતે ગેમમાં વિજેતા ખેલાડી અન્ય ખેલાડીઓએ હારેલી બધી રકમ લઈ જાય છે.ગણતરી આ પ્રમાણે થાય છે.
જીતેલી કેશ = (પ્રતિસ્પર્ધીઓના બધા પૉઇન્ટ્સનો સરવાળો) X (પૉઇન્ટનું રુપિયામાં મૂલ્ય) - Rummy Webtopia ફી
અહીં એક ઉદાહરણ છે જે આપણને આ સારી રીતે સમજવામાં મદદ કરશે:
ઉદાહરણ:
કુલ 6 ખેલાડીઓ Rs. 800ના ટેબલ પરપૉઇન્ટ્સ રમી રમી રહ્યા છે.દરેક પૉઇન્ટનું પૂર્વ-નિર્ધારિત મૂલ્ય છે Rs. 4.1 ખેલાડી વિજેતા હશે અને બાકીના 5 ગેમ હારી જશે.બાકીના 5 ખેલાડીઓના હારના પૉઇન્ટ્સ ક્રમશ: 45, 78, 23, 20, 40 હશે.જીતની રકમ આ રીતે ગણતરીમાં લેવાશે:
4x (45+78+23+20+40) = Rs. 824
આ રકમ, Rummy Webtopiaની ફી કપાયા પછી ખેલાડીના અકાઉન્ટમાં જોવા મળશે.
-
પૂલ રમીમાં જીતેલી રકમની ગણતરી?
પૂલ રમીની જીતની રકમ આપેલી ગણતર્રી પ્રમાણે ગણવામાં આવે છે:
જીતની રકમ = (પ્રવેશ ફી) X (ખેલાડીઓની સંખ્યા) - Rummy Webtopia ફીઉદાહરણ:
ખેલાડીઓ સ્પર્ધા માટે નક્કી પ્રવેશ ફી આપે છે, જે ઇનામના પૂલ (ભંડોળ) બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.જો 5 ખેલાડીઓ પ્રવેશ ફી તરીકે Rs.50 આપીને પૂલ રમીમાં જોડાય તોઆ ગેમની જીતની પૂલ રકમ હશે Rs.250.
વિજેતાની જીતેલી રકમ હશે Rs.50 x 5 = Rs.250.
આ રકમને Rummy Webtopia ફીની કપાઅ બાદ વિજેતાના અકાઉન્ટમાં જમા કરવામાં આશે.
-
ડીલ્સ રમીમાં જીતેલી રકમની ગણતરી?
ડીલ્સ રમીમાં, વિજેતા દરેક ડીલને અંતે તમામ ચિપ્સ જીતી જાય છે.જીતની રકમ આ રીતે ગણવામાં આવે છે:
જીતની રકમ = દરેક ચિપ એક પૉઇન્ટને બરાબર છે તેવું ધારીને તમામ પ્રતિસ્પર્ધીઓના પૉઇન્ટ્સનો સરવાળો.
ઉદાહરણ:
ચાલો એવું માની લઈને કે ટેબલ ઉપર 6 ખેલાડીઓ છે અને ખેલાડી 5 પોતાનો હાથ ડિકલેર કરે છે.અન્ય ચાર ખેલાડીઓ ક્રમશ: 10, 20, 30, 35 અને 40 પૉઇન્ટ્સ હારશે.વિજેતાની ચિપ્સ 10 + 20 + 30 + 35 + 40 =135 ચિપ્સ તરીકે ગણવામાં આવશે.
ઉપર મુજબના બધા માર્ગદર્શન સાથે, સાચી દિશામાં રમી રમવાનું શરુ કરો અને કેશ જીતો.Rummy Webtopia તમને તકલીફ વિના, ખલેલ વિનાના ઓનલાઇન રમી અનુભવ માટે rummy game download (રમી ગેમ ડાઉનલોડ) કરવાનો વિકલ્પ આપે છે.આ ઍપ ઍન્ડ્રોઇડ વપરાશકર્તાઓ અને IOS વપરાશકર્તાઓ, બંને માટે ઉપલબ્ધ છે.ઉપરાંત, તમે મોબાઇલ વેબસાઇટ પર મજા અને મનોરંજનથી ભરપૂર ગેમ માણી શકો ચો.
અમારા સપોર્ટનો સંપર્ક કરો
RummyCircleની સપોર્ટ ટીમ હરહંમેશ 24x7 તમને Best Rummy ExperienceTM. પૂરો પાડવા માટે ઉપલબ્ધ છે.તમારા નોંધાયેલા ઈ-મેલ ID પરથી info@webtopiaservicestech.com અમારી કસ્ટમર સપોર્ટ ટીમનો સંપર્ક કરો અને તમારી ચિંતા અથવા સમસ્યા વહેંચો.અમારા પ્રતિનિધિઓ ટૂંક સમયમાં એક ઉપાય સાથે તમારો પરત સંપર્ક કરશે.
Disclaimer: This game may be habit-forming or financially risky. Play responsibly.